Paycheck India in News - Year 2010

તમને ધારાધોરણ મુજબ પગાર મળે છે? IIMનો ઓનલાઇન સર્વે

અમદાવાદ, તા.૨૫

શું તમને તમારી જ ઉંમર, અનુભવ અને હોદ્દાવાળી વ્યક્તિ જેટલો જ પગાર મળે છે ? જો તેમ ના હોય તો ખરેખર તમારે વેતન કેટલું હોવું જોઇએ ? તમે જે સ્થળે કામ કરો છો તેનું વાતાવરણ નિર્ધારિત સુવિધાવાળું છે કે નહીં ? મહિલાઓ માટે ભારતમાં કેવા લેબર લો છે ? આવા અનેક પ્રશ્નો અને તેને સંબંધિત માહિતી તમને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદે શરૃ કરેલી વેબસાઇટ ‘www.paycheck.in’ પરથી મળી શકશે. એટલું જ નહીં આઇઆઇએમ કયા સેક્ટરમાં કયા સ્તરે કર્મચારીઓ કેટલો પગાર મેળવે છે તેનો એક ઓનલાઇન સર્વે પણ કરી રહ્યું છે. જેનો હેતુ માત્ર ભારત જ નહીં, વૈશ્વિક સ્તરે લેબર માર્કેટમાં વેતનમાં પારદર્શકતા માપવાનો છે.

આ અંગે માહિતી આપતા આઇઆઇએમના પ્રોફેસર અને આ પ્રોજેક્ટના કો-ઓર્િડનેટર બિજુ વર્કીએ જણાવ્યું કે ‘આઇઆઇએમને આ પ્રોજેક્ટ ચાર વર્ષ પહેલા મળ્યો હતો. પ્રોજેક્ટની જરૃરિયાત મુજબ અમે માહિતી એકઠી કર્યા બાદ આ વેબસાઇટ તૈયાર કરી છે. વેબસાઇટમાં ‘સેલરી ચેકર’ નામનું એક ઓપ્શન આપવામાં આવ્યું છે. તેમાં પૂછાતી વિગતો ભરવાથી માર્કેટમાં ચાલતા વેતનદરોમાં તમારી સ્થિતિ શું છે તેનો ખ્યાલ આવે છે. વેબસાઇટ પર સેલરી સર્વે ઓપ્શનમાં કોઇ પણ વ્યક્તિ પોતાની સેલરીની વિગતો આપી શકે છે. આ સર્વેનો હેતુ દેશના નિયમો તેમજ આંતરરાષ્ટીય સ્તરે લેબર માર્કેટની સ્થિતિ શું છે તે જાણી તેમાં પારદર્શકતા લાવવાનો છે.’

ઉલ્લેખનીય છે કે વેબસાઇટમાં અત્યાર સુધીમાં આઇટી, મેન્યુફેક્ચરિંગ, ફાઇનાન્સ વગેરે જેવા સેક્ટર સંબંધિત વેતનની વિગતો પૂરી પાડે છે. આઇઆઇએમ-એને મળેલો આ પ્રોજેક્ટ ડચ કોન્ફેડરેશન ઓફ ટ્રેડ યુનિયન્સ દ્વારા ચલાવાતી બિનનફાકીય સંસ્થા વેજઇન્ડિકેટર ફાઇન્ડેશનનો એક ભાગ છે. ૨૦૦૩માં શરૃ થયેલા પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં ૪૫ દેશોમાં સર્વેનું કામ શરૃ થઇ ચૂક્યું છે. આગામી વર્ષોમાં આ કામ ૭૫ દેશોમાં ફેલાવવાનું આયોજન છે.

વેબસાઇટનાં આકર્ષણો

૧. સેલરી સર્વે
૨. સેલરી ચેક
૩. મિનિમમ વેજ ચેક
૪. વીઆઇપી વેજ ચેક
૫. ડિસન્ટ વર્ક ચેક
૬. કાયદાકીય બાબતોની માહિતી
૭. ઇન્કમટેક્સ સંબંધિત માહિતી
૮. વૂમન પે ચેક
૯. ફ્રેશર પે ચેક
૧૦. ક્રાઇસિસ ટેસ્ટ

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=198281

 

Also Check: Other Paycheck India in News

 

 

Loading...